દેશ ઝંખે છે....
દેશ ઝંખે છે એક ઝળહળતી યુવાની,
જે છોડાવે લોકોની પશ્ચિમી માનસિકતાની ગુલામી,
આજે પણ બની શકે છે લાખો વિવેકાનંદ આ દેશની માટીમાંથી,
જો બને યુવાનોની યુવાની દેશની સંસ્કૃતિ કેરી દિવાની....
આ સંસ્કૃતિ છે આપણા પૂર્વજોની નિશાની,
જેને બચાવવા દોહરાવાની છે વિવેકાનંદની કહાની,
લઈ જવો છે દેશને દુનિયાની ટોચ પર,
અને બનાવવી છે સમગ્ર દુનિયાને ભારત કેરી દિવાની....
એક વિવેકાનંદે જગાડી હતી આ દેશમાં યુવાની,
ને બનાવી હતી દેશની મહાન અસ્મિતાની કહાની,
છે જરૂર આજે એ અસ્મિતાને બચાવીને,
ફરીથી આપણી ખોવાયેલી ધરોહરને શોધવાની.....
ખોવાઈ રહ્યું છે યુવાધન આધુનિકતાની આડમાં,
ને કરી રહ્યું છે ઘર વ્યસન આ યુવાનોના હાડમાં,
કાઢીને ફેંકી દેવી છે આ નબળાઈઓ આપણા યુવાનોમાંથી,
ને લઈ જવો છે દેશના યુવાનને વિવેકાનંદની રાહમાં.....
છું એક શિક્ષક તો શિક્ષા આપવા પ્રયત્ન કરીશ,
આ દેશને ફરીથી ઋષિમુનિઓનો દેશ બનાવવા પ્રયત્ન કરીશ,
યાદ રાખીશ ચાણક્યના વચનોને હંમેશા દિલમાં,
ને વિવેકાનંદના વિચારોને યુવાનોના હૃદયમાં સ્થાપવા પ્રયત્ન કરીશ..........