English Quote in Poem by Bansari M

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav -2

"માણસ એક, રુપ અનેક"

માણસ એક, મન એક, પણ તેના ચહેરાઓ અનેક હોય છે.
લોકો ની વિચારસરણી થી જ માણસ સ્વભાવ બદલતો હોય છે.
એક જ માણસ કોઈક માટે અપેક્ષાઓ થી ભરપુર તો કોઈક માટે નિમ્ન હોય છે.
તે જ માણસ ક્યારેક લાગણીઓ થી તરબોળ તો ક્યારેક સાવ ખાલીખમ હોય છે.
એક જ માણસ કોઈક માટે મહત્વપૂર્ણ તો કોઈક માટે ફક્ત અજાણ્યો હોય છે.
તે જ માણસ ક્યારેક ખુલ્લી કિતાબ તો ક્યારેક રહસ્યો નો ખજાનો હોય છે.

લોકો ની વિચારસરણી થી જ માણસ સ્વભાવ બદલતો હોય છે.
લોકો ની વચ્ચે ફરતો સમજદાર માણસ કોઈક પાસે સાવ બાળક જેવો હોય છે.
હજારો નિયમો બનાવતો માણસ કોઈક માટે બધા નિયમો ને તોડતો હોય છે.
આમ તો પોતાને બધા થી મજબૂત સમજતો માણસ મન થી સાવ નાજુક હોય છે.
દુનિયા સામે ખોટું હાસ્ય રાખતો માણસ ક્યારેક સ્મિત નું સાચું કારણ શોધતો હોય છે.
આમ તો અહમ્ થી ફૂલેલો માણસ ક્યારેક ભગવાન સામે હાથ જોડી માંગતો હોય છે.
પરિસ્થિતિ ને આધીન લોકો ના વિચારો મુજબ એક માણસ અલગ અલગ રૂપ માં પ્રસ્તુત હોય છે.
- Bansari Modha

English Poem by Bansari M : 111163565
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now