# Kavyotsav 2
ગઝલ - હોય શું ?
પ્રેમ જ્યાં હરખાય છે તેનાથી આગળ હોય શું ?
રુહ જ્યાં પથરાય છે તેનાથી આગળ હોય શું ?
દહેજના નામે ઘણા ખૂનો થયા,ખુદ પણ મર્યા
બેટીઓ રીબાય છે તેનાથી આગળ હોય શું ?
બહાર તો સ્ત્રીઓ સુરક્ષિત ક્યાં છે ? પણ ઘરમાં ય કોઈ !!
ઘરમાં કોઇ શોષાય છે...... તેનાથી આગળ હોય શું ?
આ અભિમાન જ બધે કહું આવશે આડુ તને
બસ અહમ્ છોડાય છે તેનાથી આગળ હોય શું ?
જિંદગી ચાલે નહિ, મરજી પ્રમાણે આપણી !
એ કરે એ થાય છે તેનાથી આગળ હોય શું ?
હોય મન વિકૃત એ ક્યારે ના જુએ ઉમર કે કંઇ
સગપણો રુંધાય છે તેનાથી આગળ હોય શું ?
બહારથી આવી ને ઘરમાં શાંતિ મળતી હોય પણ
ઘરમાં મન અકળાય છે તેનાથી આગળ હોય શું ?
-શ્વેતા તલાટી