Gujarati Quote in Poem by Hardik G Raval

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#Kavyotsav2

વાત એ નથી કે હું ખર્ચાયો નથી
પણ અમુક લોકોથી સચવાયો નથી
ગુસ્સો, પ્રેમ અને નફરત કરી જાણું છું
પણ હું રઘવાયો નથી !

નિષ્ઠાથી નિભાવી દીધો એ સમય
અને ખોટાનો વિરોધ કરતાં હું
અચકાયો નથી
દુઃખ તો એ વાતનું છે કે સ્પષ્ટ હોવા છતાં
મોટાભાગના લોકોને સમજાયો નથી.

ત્યાં પણ હું મળીશ જ્યાં મારે ન હોવું
જોઈએ, પણ માની લે જો
અસત્યનાં રસ્તે હું ભટકાયો નથી
પોતાના જ ચશ્માં અને પોતાના જ
માપદંડ, મારી દ્રષ્ટિએ
સરખી રીતે હું મપાયો નથી.

વાત એ નથી કે હું ખર્ચાયો નથી
પણ અમુક લોકોથી સચવાયો નથી

@હાર્દિક રાવલ@

Gujarati Poem by Hardik G Raval : 111161490
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now