સંબંધો પારસ્પરિક બંધાય છે સ્નેહ થકી.
સંબંધો એકમેકના સચવાય છે સ્નેહ થકી.
દોષની વાત તો દૂર રહી સંબંધ બંધાતાં,
અરસપરસ ગુણદર્શન થાય છે સ્નેહ થકી.
સંબંધ માગે છે ઊભયપક્ષની સમજણ,
જતું કરવાની વૃતિ દેખાય છે સ્નેહ થકી.
સાથ,સહકાર,સંયમને સમર્પણ માગે એ,
મનનું ઔદાર્ય પ્રગટી જાય છે સ્નેહ થકી.
સ્વાર્થની સંકુચિતતા જો રહે દૂર સમયે,
સંબંધ ધન્યધન્ય ગણાય છે સ્નેહ થકી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '