હું તો મારા અસ્તિત્વનો છું રાજા,
ગુલામી આ વ્યક્તિત્વની ફાવે નહી,
અંદરનો કૃષ્ણાંશ જ તો કર્તા છે,
માનો તો આ "હું" પણુ આવે નહી.
એ "નામ" છે જે છે હલેસુ ને હોડી,
એના વિના તો કોઈ તને તારે નહી.
હળવુ થવુ છે તો ફેંક તારા અહમને,
અહંથી વધુ કોઈ જગતમાં ભારે નહી.
અંતરથી જો નમ્ર છે તો છે શરત કે,
મુખ ને મનમાં નિંદા કોઈ લાવે નહી.
ના નીકળ તું શોધવા એ પરં શક્તિને,
એ છે અનંત જે હાથમાં આવે નહી.
- કૃષ્ણાંશ રાધે
#કાવ્યોત્સવ
#અધ્યાત્મ