જીગરપંડયા ના ઐતિહાસિક સરખેજ રોઝા ૧૦૦ વોટરકલર પેઇન્ટિંગ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા માં સ્થાન પામ્યા .
અમદાવાદ ના સરખેજ ,ઉજાલા સર્કલ વિસ્તાર માં રહેતા જીગર કુમાર પંડ્યા એ પોતાની
મૌલિક કલાકૃતિઓ દ્વારા છેલ્લા બે વર્ષ થી સર્જન કરીને સ્મારકોને ઉજાગર કરી રહ્યા છે .
અમદાવાદ તથા ગુજરાત ના અલગ અલગ ઐતિહાસિક સ્મારકો ને વોટર
કલર થી કંડાર્યા છે .
ઐતિહાસિક સરખેજ રોઝા ને વોટરકલર ના માધ્યમ થી ૧૦૦ દિવસ માં ૧૦૦ ચિત્રો બનાવ્યા છે . સરખેજ રોઝા પરિસર માં આવેલ રાણી મહેલ , તથા
તળાવ , બાદશાહ નો મહેલ ,તેમની અંગત મસ્જિદ થી લઈને અંદર ના ભાગ માં આવેલ વિવિધ સ્મારકો ,એક તળાવ માંથી બીજા તળાવ માં પાણી આજે પણ ગળાઈ ને આવે છે તે અદભુત સ્થાપત્ય
વરસાદીપાણી સંગ્રહ ના કુવા હોય કે
પછી ઝીણી કોતરણી વાળી સુંદર ઝાળી
દરેક ખૂણા ને વોટર કલર થી કંડાર્યા
હતા .૧૦૦ પેઇન્ટિંગ ૧૦૦દિવસ માં બનાવવા બદલ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા સંસ્થા એ નિરીક્ષણ કર્યું અને તેની નોંધ
લીધી .
જીગર પંડ્યા ને એકજ ઐતિહાસિક સ્મારક એટલેકે સરખેજ રોઝા ઉપર એકસાથે વધુ માં વધુ વોટર કલર પેઇન્ટિંગ બનાવ્યા તેમાટે એવોર્ડ પ્રમાણપત્ર સાથે મોમેન્ટો ,અને મેડલ
આપવામાં આવ્યો છે .
ગતવર્ષે ઐતિહાસિક સ્મારક સરખેજ રોઝા અને ગુજરાત ના વિવિધ ઐતિહાસિક સ્મારકોના ૪૦૦ જેટલા વોટરકલર પેઇન્ટિંગ નું સર્જન કરવા બદલ યુનેસ્કો WHV દ્વારા વેલ્યુ સપોર્ટ ફોર હેરિટેજ એવોર્ડ મેળવ્યો હતો
તે ઉપરાંત યુનેસ્કો WHV2018 લાઈવ પેઇન્ટિંગ સ્પર્ધા પાટણ રાણ કી વાવ ખાતે અપ કમિંગ આર્ટિસ્ટ એવોર્ડ મળ્યો હતો .
જીગર પંડ્યા ની કલા સાથે ની સફર માં કલાપ્રતિષ્ઠાન અને સંસ્થા ના અધ્યક્ષ અને ચિત્રકાર શ્રી રમણીક ભાઈ ઝાપડિયા નું પ્રોત્સાહન અમૂલ્ય રહ્યું.
રાહ ચીંધવાની વાત હોય કે કલાગ્રંથો દ્વારા કલા જ્ઞાન નો ભંડાર ખુલ્લો મુકવાની વાત કે પીંછી રંગો ને કોરાણે મૂકી હોય તેવા કલાકારો ના ઉસ્થાન ની વાત હોય , જીગરભાઈ જણાવેછેકે હું નિઃસંકોચ કહી શકું કે ગુજરાત ના કલાકારો માટે ઈશ્વરીય પ્રેરણા એટલે
કલાપ્રતિષ્ઠાન.........
ઉપરાંત જાણીતા આર્ટિસ્ટ મિત્ર બિપિન પટેલ નો સતત સાથ મળ્યો , નવી ટેક્નિક , માધ્યમ ચિત્રકારો ની નજીક થી મળવાની અને જાણવાની અને કામ કરતા હોય ત્યારે જોવા ની તક મળી.
હેરિટેજ વિષય ઉપર પેઇન્ટિંગ
બનાવતા જીગર પંડ્યા ને પૂછ્યું કે હેરિટેજ વિષય કેમ ?? ત્યારે જણાવ્યું કે
વિરાસત ની અતીત માં ડોકિયું કરીને
ભવ્ય વારસા ને કંડારી ને જોયું ..
પથ્થરો સાથે નજર મિલાવી ....
કમાનો ની વચ્ચે ,
ઝરૂખાઓ ઉપર જઈ ચડ્યો જયારે ...
આભાસ થયો જાણે મન માં ...
આવો ....આવો ...કેમ છો ..
અતીત માંથી આવકારો મળ્યો ....