"રંગો ના તરંગો"--જીગર કુમાર પંડ્યા
અભિનવ આર્ટ સંસ્થા છેલ્લા ૨૦ વર્ષ થી
કલા જીજ્ઞાશુ ,તથા કલા માં રુચિ ધરાવતા સાધકોને તાલીમ આપીને તેમના માં રહેલી સર્જનાત્મકતા ને પોષવાનું કામ કરે છે.
'કલાની સીમા નક્કી નથી હોતી ,
જો મળી જાય એમાં આપ સૌનો સાથ તો
મંજિલ કયારેય દૂર નથી હોતી
ચાલવા તો માંડો ,
રાહમાં ઈશ્વરીય શક્તિની પ્રેરણાની કંઈ કમી નથી રહેતી
સંસ્થા ના સંચાલિકા આર્ટિસ્ટ રશ્મિકા નાગર એ એ.ટી.ડી.તથા ડિપ્લોમા ઈન પેઇન્ટિંગ શેઠ સી.એન.ફાઈન આર્ટ માંથી કલા શિક્ષણ મેળવેલું છે. અભિનવ આર્ટ સંસ્થા નું પ્રથમ ચિત્રપ્રદર્શન હઠીસિંહ આર્ટ ગેલેરી નવરંગપુરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું . આ ચિત્રપ્રદર્શન નું ઉદ્ઘાટન અમદાવાદ ના મેયર બિજલ પટેલ અને પદ્મશ્રી કાર્તિકેય સારાભાઈ એ કર્યું હતું . જાણીતા ચિત્રકારો ની વિશેષ ઉપસ્થિતિ અને કલારસિકો એ કલાકૃતિઓને બિરદાવી હતી . અલગ અલગ માધ્યમ દ્વારા કુદરત ની સમીપે પહોંચતા ચિત્રકારોએ અદભુત કૃતિઓનું સર્જન કરીને આર્ટ ગેલેરી રંગમય કરી હતી. ૩ વર્ષ ના બાળક થી લઈને ૬૫ વર્ષ સુધીના ૭૭ કલાકારોએ મૌલિક કૃતિઓ નું સર્જન અહીં રજુ કર્યું હતું