રોજ નું એક વોટરકલર લેન્ડસ્કેપ સાથે ૧૦૦૦ પેઇન્ટિંગ પુરા કરતા ચિત્રકાર બિપિન પટેલ.
ચિત્રકાર બિપિન પટેલે નારગોલ થી ડિપ્લોમા ફાઈન અને બરોડા યુનિવરસિટી માંથી ફાઈન આર્ટ માસ્ટર ડિગ્રી નો અભ્યાસ કરેલો છે .
આ ગુજ્જુ યુવાન આર્ટિસ્ટ એ વોટર કલર થી ગ્રામ્યજીવન ,ધબકતું શહેર ખુબ જ સુંદર રીતે કંડાર્યું છે . તારીખ ૧૭/૫ /૨૦૧૬ થી રોજ એક વોટર કલર પેઇન્ટિંગ બનાવાનું શરૂ કર્યું જે તારીખ ૧૦/૨/૨૦૧૯ ના રોજ ૧૦૦૦ દિવસ માં ૧૦૦૦ પેઇન્ટિંગ પુરા થયા છે.જે રેકોર્ડ માટે પણ નોંધ કરાવેલ છે .સોશિયલ મીડિયા ના માધ્યમથી કલાચાહકો સમક્ષ તેમની સુંદર વોટરકલર ની કલા દ્વારા સુપ્રભાત કહેવાનું ચુકતા નથી ,રોજ એક વોટર કલર કૃતિ થી ગુજરાત ની ધરતી ને રંગો થી ધબકતું રાખનાર બિપિન પટેલ ને યુનેસ્કો ઘ્વારા આયોજિત હેરિટેજ રાણકી વાવ પાટણ ખાતે લાઈવ પેઇન્ટિંગ સ્પર્ધા 2017માં Best upcoming Artist નો એવોર્ડ અને 2018 માં best artist અને યુનેસ્કો ના વર્લ્ડ હેરિટેજ પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ,ગુજરાત ટુરિઝમ સાથે ELLIXIR FOUNDATION WHV2018 ના સંયુક્ત ઉપક્રમે એલ.ડી.એન્જિનિયરિંગ ના કેમ્પસ માં અમદાવાદ હેરિટેજ સિટી વિષય ઉપર પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી. તેમાં બેસ્ટ આર્ટિસ્ટ એવોર્ડ સળંગ ત્રણ એવોર્ડ unesco WHV ના મેળવ્યા
છે .
પ્રધાન મંત્રી મોદીજી નું જન્મસ્થાન વડનગર ઉપર બનાવેલ વોટરકલર પેઇન્ટિંગ દિલ્હી ખાતે PM ઓફિસે શોભા વધારી રહ્યા છે ..એ ઉપરાંત ગુજરાત કલા પ્રતિષ્ઠાન , ઘ્વારા બેસ્ટ લેન્ડસ્કેપ અને ગુજરાત યાત્રાધામ વિકાસબોર્ડ ઘ્વારા આયોજિત સોમનાથ ક્લાયજ્ઞ 2017 ભારત ભર થી આવેલ ચિત્રકારો વચ્ચે વિશેષ સન્માન એવોર્ડ મળ્યો હતો . તાજેતર માં ભારત ની આર્ટ સંસ્થા બિન્દાસ આર્ટ ની વિશ્વકક્ષા ની વોટર કલર સ્પર્ધા માં બીજા નંબરે આવીને ગુજરાત ને ગૌરવ અપાવ્યું છે .
આપણા ભારત ના વોટર કલર આર્ટિસ્ટ વચ્ચે બિપિન પટેલ નું સ્થાન એ ગુજરાત માટે ગૌરવ છે .વિધાર્થી માટે 'wet strokes ' water colour ની બૂક્સ પણ બાર પાડી છે ,