#કાવ્યોત્સવ૨ #પ્રેરણા
પગલું ભર
પરીણામ તારા હક્ક મા હશે!
એક વાર મનમાં પગલું ભર.
સમય ને હરાવી સમય જીતી જશે!
એક વાર મનમાં પગલું ભર.
નકાર નો નામું નિસાન નીકળી જશે!
એક વાર મનમાં પગલું ભર.
નદી નો નિર પણ થમી જશે!
એક વાર મનમાં પગલું ભર.
હવામાં હેત ભરાઇ જશે!
એક વાર મનમાં પગલું ભર.
જીવનના તાપ પર વાદળ છવાઇ જશે!
એક વાર મનમાં પગલું ભર.
કાંટાળો રસ્તો પણ માન ભરી જશે!
એક વાર મનમાં પગલું ભર.
આગ તારી હારને હરાવી જશે!
એક વાર મનમાં પગલું ભર.
પડછાયો તારો જગ ને અંધારી જશે!
એક વાર મનમાં પગલું ભર.
સારથિ તારી આ દુનિયા બની જશે!
એક વાર મનમાં પગલું ભર.
- મીત ખોડીયાર