#KAVYOTSAV -2
ગુજરાતીઓની ગાથા...
તરસ્યાને પાણી ને આપે ભૂખ્યાને ધાન,
એ જ મારા ગુજરાતીનું સ્વાભિમાન !
ભટક્યાને રસ્તો ને વિસર્યાને કરાવે ભાન,
એ જ જાણે મારા ગુજરાતીનું સન્માન !
ચોરને સંત બનાવે ને કરાવે એનાથી દાન,
એ જ જાણે દર્શાવે ગુજરાતીનું સ્વમાન !
નિઝામને જે ભગાડે એને આપે અહીં માન,
એ જ યુનિટી બને ગુજરાતીનું બહુમાન !
ખૂટે નહીં વાતો ને અખૂટ ભર્યું જેમાં ગ્યાંન,
એ જ બનાવે ગુજરાતીઓની ગાથા મહાન !
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...