પરિવર્તન
કાવ્યોત્સવ -2
વાણીમાં આવે કે વિચારમાં આવે,
આચરણમાં આવે એ પરિવર્તન....
શ્રધ્ધામાં આવે કે વિશ્વાસમાં આવે,
અંધશ્રદ્ધા મિટાવે એ પરિવર્તન.....
સમાજમાં આવે કે ધર્મ માં આવે,
ખુદમાં આવે એ પરિવર્તન.....
મનમાં આવે કે તનમાં આવે,
હૃદયમાં આવે એ પરિવર્તન......
જાગૃતિ રાઠોડ
ભાવનગર.