એ ખતરનાક શુટર કે જેના થી ડરતી હતી હિટલર ની નાઝી આમીૅ.......
આ વાત છે એ છોકરી ની જેને ઈતિહાસ માં સૌથી ખતરનાક શુટર ની ઓળખ મળી હતી,અને જેને હિટલર ની નાઝી ફૌજ ની મુશ્કેલી માં વધારો કર્યો હતો.ફક્ત ૨૫ વર્ષ ની ઉમર માં “લ્યુડમિલા” એ ૩૦૯ લોકો ના પોતાના શિકાર બનાવ્યા હતા.જેમાં સૌથી વધુ હિટલર ના સૈનિકો હતા.
આ એ દિવસો ની વાત છે જયારે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું,અને લ્યુડમિલા પવલીચેનકો ૧૯૪૨ માં વોશિંગ્ટન પહોચી,જો કે કેટલાક જાણકારો નું માનવું છે કે સોવિયેત સંઘે લ્યુડમિલા નો એક પ્રોપેગેન્ડા ની જેમ ઉપયોગ કર્યો.
ત્યાં સુધી કે એમને સોવિયેત હાઈકમાન્ડ તરફ થી અમેરિકા મોકલવા માં આવ્યા હતા .એમને મોકલવા નો હેતુ વેસ્ટર્ન યુરોપિયન ફ્રન્ટ પર અમેરિકા નું સમર્થન હાંસલ કરવા નો હતો,
જોષેફ સ્તાલીન ઈચ્છતા હતા કે મિત્ર દેશો ની સૈના ઝડપ થી યુરોપ પર આક્રમણ કરે અને એ એના માટે ઉતાવળા પણ હતા.
સ્તાલીન ની આ ઈચ્છા ત્રણ વર્ષ સુધી પણ પૂરી ના થઇ,અને આ જ મિશન ને મગજ માં રાખી ને લ્યુડમિલા પવલીચેનકો એ વહાઈટ હાઉસ માં પ્રવેશ કર્યો.
આવું કરવા વાળા એ પ્રથમ સોવિયેત મહિલા હતા,જેમને રાષ્ટ્રપતિ રુઝવેલ્ટ એ સ્વીકાર્યા હતા.
લ્યુડમિલા પવલીચેનકો એ રાષ્ટ્રપતિ રુઝવેલ્ટ ના પત્ની સાથે આખા દેશ ની યાત્રા કરી,આ દરમિયાન એમને અમેરિકીઓ થી મહિલાઓ ને થતા યુદ્દ્ધ માં પોતાના બધા જ અનુભવ એક્ઠા કર્યા.
શુટીંગ ક્લબ થી રેડ આર્મી સુધી નો સફર
૧૪ વર્ષ ની નાની ઉમર માં લ્યુડમિલા પવલીચેનકો નો પરિચય હથિયારો સાથે થયો,એ પોતાના પૈત્રુક ગામ યુક્રેન ના કિવ માં આવી ને વસી ગઈ હતી.હેન્રી સાકૈડા ના પુસ્તક હિરોઇન્સ ઓફ ધ સોવિયેત યુનિયન માં જણાવ્યા મુજબ લ્યુડમિલા પવલીચેનકો હથીયારો ના કારખાના માં કામ કરતી હતી.
એમને હથિયારો ની ટ્રેનીંગ લેવા નું નક્કી કર્યું....
અમેરિકા ની યાત્રા દરમિયાન લ્યુડમિલા પવલીચેનકો એ જણાવ્યું કે પડોસ માં રહેતો એક છોકરો જયારે શુટીંગ કરી ને ભારત નીકળી ને મોટી બડાઈ હાકતો હતો ત્યારે જ એણે નક્કી કર્યું હતું કે એક છોકરી પણ હથિયાર ચલાવી શકે છે.
૨૨ જુન ૧૯૪૧ માં જર્મની એ જર્મની-સોવિયેત ની એક બીજા પર હુમલો નહિ કરવા ની સંધી તોડો નાખી,અને ઓપરેશન બારબોસા શરુ કરી દીધું.
અને આ ઓપરેશન હેઠળ જર્મની એ સોવિયેત પર હુમલો કરી દીધો.
લ્યુડમિલા પવલીચેનકો એ પોતાના દેશ ની રક્ષા માટે આર્મી માં જવા નો નિર્ણય લીધો.શરૂઆત માં એમને નાપાસ કરવા માં આવ્યા,પણ એમનો નીશાનેબાજી નો હુનર જોઈ ને એમને આર્મી માં લઇ લેવા માં આવ્યા.
ઓડીસન માં એમને એક રાઈફલ આપવા માં આવી અને બે રોમન સૈનિક કે જે જર્મની માટે કામ કરતા હતા,એમને મારવા નું કહેવા માં આવ્યું.અને એમાં સફળતા મળતા જ એમને ૨૫ મી ચપાયેવ ડીવીઝન માં પ્રવેશ મળી ગયો.
આર્મી માં રહી ને લ્યુડમિલા પવલીચેનકો એ ૭૫ દિવસો માં ૧૮૭ જર્મની ના નાઝી સૈનિકો ને માર્યા.
૩૦/૧૦/૧૯૪૧ થી લઇ ને ૪/૦૬/૧૯૪૨ સુધી એમને ખુબ સારી કામગીરી કરી..
ત્યાર બાદ એમને અનેક નીશાનેબાજ ત્યાર કર્યા થોડા સમય પછી એમને અમેરિકા મોકલવા માં આવ્યા ત્યારે એમને કહ્યું કે “હું જો નાઝી સૈનીલો ને નહિ મારું તો એ દરેક નીર્દોષ જર્મન નાગરિક ને મારી નાખશે.એટલે હું એક નાઝી ને મારી ને હજારો જીવ બચાવું છું.
૧૦/૧૦/૧૯૭૪ માં ૫૮ વર્ષ ની ઉમરે એમનું અવસાન થયું.