Gujarati Quote in Blog by janhavi Patidar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાવધાન : લૂ લાગવાથી મૃત્યુ પણ થઈ શકે છે.

મોટાભાગના માણસો તડકામાં ફરતા હોય છે પણ કોઇનું લૂ લાગવાથી અચાનક મૃત્યુ થઈ શકે છે તેવી સમજ હોતી નથી.
? માનવ શરીરનું તાપમાન લગભગ 37° અંશ સેલ્સીયસ હોય છે અને આ તાપમાનમાં આપણા શરીરના તમામ અંગો / અવયવો યોગ્ય રીતે કાર્ય કરતા રહે છે.
? વાતાવરણમાં ગરમી વધી જાય ત્યારે પરસેવો પેદા થાય છે અને તે રીતે શરીર પોતાની મેળે શરીરનું તાપમાન 37° અંશ સેલ્સીયસ જાળવવા પ્રયત્ન કરે છે. આમ ગરમીમાં શરીરનું યોગ્ય તાપમાન જાળવી રાખવા પુરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે.
? શરીરમાં પાણીની અછત ઉભી થાય ત્યારે શરીર સૌપ્રથમ પરસેવો બનાવવાનું બંધ કરી દે છે.
? વાતાવરણનું તાપમાન 45° સે.ને પાર કરી જાય ત્યારે શરીરની નિયત તાપમાન જાળવી રાખવાની સીસ્ટમ પડી ભાંગે છે, એટલે શરીરનું ઉષ્ણતામાન 37° ડીગ્રી સેલ્સીયસ થી ઉપર જવા લાગે છે.
? શરીરનું તાપમાન 42° સે.સુધી પહોંચી જાય તો રક્ત ગરમ થવા લાગે છે અને તેમાં રહેલા પ્રોટીનમાં વિકૃતિ આવવા માંડે છે, જેના લીધે સ્નાયુઓ કડક થવાથી શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ શકે છે.
? શરીરમાં પાણી ઘટી જવાથી લોહી ધાટું થઈ જતાં લોહીનું દબાણ નીચું જઇ શકે છે. શરીરના મગજ, કીડની અને હદય જેવા નાજુક અવયવોમાં લોહીનો જથ્થો ઘટી જાય છે. આમ થવાથી વ્યક્તિ બેભાન થઇ શકે છે અને શરીરના મહત્વપૂર્ણ અવયવો કામ કરતા બંધ થઇ જતાં મૃત્યુ થઈ શકે છે.
?અસહ્ય ગરમીના આ દિવસોમાં જરૂર પ્રમાણે પાણી પીતા રહેવું જોઈએ જેથી શરીરનું તાપમાન યોગ્ય સ્તરે જળવાઇ રહે. શક્ય હોય ત્યાં સુધી ગરમીમાં બહાર નીકળવાનું અને દ્વિચક્રી વાહન પર મુસાફરી કરવાનું ટાળવું જોઈએ . આંખો , હોઠ સુકાઇ ન જાય તેની કાળજી રાખો અને બહાર નીકળવાનું થાય તો કાન અને મસ્તક ઢાંકીને રાખો. તીવ્ર તરસની સ્થિતી ટાળો. ઠંડા પાણીથી નહાવાનું રાખો. પાણીનો શોષ પડે તેવા ખાદ્યપદાર્થ (માંસ , દાળ , ઇંડાં ) દિવસે લેવાનું ટાળો . ઋતુગત ફળ અને શાકભાજીનો ખોરાકમાં ઉપયોગ વધારો આ લખાણને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો .

www.edumahiti.com

Gujarati Blog by janhavi Patidar : 111152025
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now