આપણ ને વાતે વાતે આદત પડી ગઈ છે કોઈ ની સલાહ લેવાની. કઈક મુંઝવણ ઉભી થાય તો તરત કોક ને મેસેજ કે કોક ને ફોન કરી દીધો. બસ આપણ ને એમ લાગે છે કે આપણા કરતા આપણ ને એ વ્યક્તિ વધુ ઓળખે છે. બની શકે. અમુક અંગત લોકો તમને બહુ સારી રીતે ઓળખતા હોય પણ તમને તમારા થી વિશેષ કોઇ ઓળખતું નથી. તમારા થી વધુ તમને સાચી સલાહ કોઇ નહિ આપી શકે. તમારી પરિસ્થિતિ તમારા સિવાય બીજું કોઈ જાણતું નથી. તમે જ તમારી મદદ કરી શકવાના. પોતાના પર વિશ્વાસ રાખો ને આગળ વધો.