*" વૃદ્ધાશ્રમની કેટલીક સારી નરસી વાતો "* ( હકારાત્મક વિચારો કે વલણ થી જોઈએ તો ધણું સારું પણ છે. )
?વૃધ્ધાશ્રમમાં તો જલસા હોય છે.
—> હમઉમ્ર મળે જેથી વિચારોની આપ લે સાથે વાતચીત થતી રહે - પરિવાર માં સમય ન હોય જેથી વાતચીત શક્ય ન બને અને ઝગડા થાય,
—>ફરવા જવા મળે - ધણાંની આર્થિક સ્થિતિ સારી ન હોય કે કામના કારણે ન લઈ જઈ શકે,
—>સ્વાદિષ્ટ ભોજન - આર્થિક કે કામના કારણે ભોજનમાં જે તે ચલાવી લેવું પડે,
—>બિમારી સમયે સારવાર - આર્થિક તો ખરી જ કામ ના કારણે પણ ખરું અને ધણાંને સેવા કહો કે બિમારની કાળજી રાખવી ન ગમે કે ન ફાવે જેથી પણ બિમારી માં ધ્યાન ન આપી શકે પણ ધણાને ગમે કે ફાવે તો સેવા કરી શકે વગેરે
—>થોડી તકલીફ ગણીએ તો પરિવાર થી દુર પણ આમ પણ ક્યાં રોજ મળાય છે. કામ ના કારણે સમય જ નથી હોતો.
—>પોતાના પૌત્ર પૌત્રી થી દુર તો એ પણ સ્કૂલ અને ટ્યુશન માં સમય પસાર કરે તો દાદા- દાદી સાથે સમય ન વિતાવી શકે.
—> ધરનું ધ્યાન રાખવાની અને વડિલો પાસે થી શિખવાની તો આજ કાલ ઓછું જોવા મળે છે અને આમ પણ બે પેઢી વચ્ચે સમય સાથે ધણું બદલાઈ ગયું હોય છે જેથી મોટા ભાગનું જાતે જ શિખવું પડે...ૐD