મે જ્યારે તને પહેલીવાર જોઈ,
તે ક્ષણ મને હજી પણ યાદ છે,
એ ક્ષણ ને મારે ફરી થી જોવી છે...!
મેં તારા વાળ ની જુલફો નો જાદુ મારી પર અસર કરતો,
એ ક્ષણ નો અનુભવ મારે ફરી થી કરવો છે...!
મે તને એકલા હસતી જોઈ મારા દિલની ધડકન તેજ થઈ,
મને એ ક્ષણ હજી પણ યાદ છે,
મારે ફરી તને એકલા હસતી જોવી છે...!
મને હજી પણ યાદ છે તારુ વાત વગર રિસાવું,
ને મારું કવિતા લખી તને મનાવવું,
એ ક્ષણ નો અનુભવ મારે ફરી થી કરવો છે...!
મને એ ક્ષણ યાદ છે રાત હાેય કે દિવસ,
પણ મને તુ ઓનલાઇન આવે એની રાહ રેહતી,
મારે ફરી થી તને ઓનલાઇન જોવી છે....!
મારે ફરી થી એ મીઠી યાદો ને તાજી કરવી છે,
હવે મારે તારા માટે કવિતા લખવી છે,
પગલી' મારે ફરી કવિતા થકી તને પ્રેમ કરવો છે.!
લિ. તારા દિલ ની ધડકન