ઉંચી તલાવડી ની કોર પાણી ગ્યાતા
પાણી ભરતારે જોયો. ...સાયબો
બોલે અષાઢી નો મોર પાણી ગ્યાતા
પાણી ભરતારે જોયો. ....સાયબો
ગંગા જમનાની બેડલું ને કીનખાબી ઇંઢોણી
નજરું ઢાળી હાલું તોયે લાગી નજરું કોની
વગડે ગાજે મોરલી ના સૂર પાણી ગ્યાતા
પાણી ભરતારે જોયો. ....સાયબો
ભીગી ભીગી જાય મારા સાડલા ની કોર
આંખ મેઘલી ઘેરાણી જાણે બન્યું ઘનઘોર ગગન
છાનો ના રહે આંખ્યું નો તોર પાણી ગ્યાતા
પાણી ભરતારે જોયો. .......સાયબો.
- અજ્ઞાત