Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતાપિતાને દૂભવનાર ઇશ્વરનો ગુનો કરે છે.
નાના બાળકને પજવનાર ઇશ્વરનો ગુનો કરે છે.

કોઈના આતમને સંતાપી સુખી કદી ના થવાય,
રોગથી પીડાતાને હસનાર ઇશ્વરનો ગુનો કરે છે.

જમાડીને અવરને જમવામાં છે મજા અનોખી,
કોઈ અન્ન માંગનારને ટોકનાર ઇશ્વરનો ગુનો કરે છે.

સુખદુઃખ તો જીવનમાં છાશવારે આવ્યા કરતાં,
કોઈના દુઃખ દેખી હરખનાર ઇશ્વરનો ગુનો કરે છે.

પોતાનું જ વિચારીને આવ્યો ભ્રષ્ટાચાર આચારે,
પૈસા પામવા કોઈને છેતરનાર ઇશ્વરનો ગુનો કરે છે.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111137251
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now