વેકેશન આવે એટલે યાદ આવે *મામા* નું ઘર....
જમાઈઓ તો પરિવારને ટ્રેનમાં બેસાડે અને ઉતારે.... બસ!!! સ્ટેશને તેડવા કોણ જાય? *મામા.*
ભાણેજોને ફરવા કોણ લઇ જાય? *મામા*
શેરીને નાકે આવેલ ટોફી-ખારી-બિસ્કિટની દુકાનવાળો પણ સમજે કે મામા ના ઘરે ભાણેજ આવ્યા છે..
કો'ક વાર રેવડી તો કો'ક વાર ખારી શીંગ, બપોરે બરફગોળા અને રાત્રે સોડા-પાન માટે આ જલસા કોણ કરાવે? *મામા.*
કેરીનો રસ, સંચાનો આઈસ્ક્રીમ, બધું કોના તરફથી? *મામા.* મહિનો તો ક્યાં જતો રહે એ ખ્યાલ જ ન રહે.
સ્ટેશને મૂકવા કોણ જાય? *મામા.*
છેલ્લે પગે લાગતાં ભાણા-ભાણીઓની મૂઠ્ઠીમાં *મામા* બક્ષિશ મૂકે ત્યારે વેકેશ પૂરું થાય.?
સાહેબ, *મામા* જે કરે એ મનથી કરે, દિલથી કરે.
*મામા* એટલે *મામા.* બે *મા* ભેગી કરો ત્યારે એક *મામા* બને. *મા* થી યે વધું લાડ કરે તે *મામા.* *મા* પછી ઉપર નું સ્થાન એટલે *મામા.*
અને હા... આ બધું *મામા* ત્યારે જ કરી શકે જયારે *મામી* નો સાથ-સહકાર હોય.
કુટુંબ હોય કે રિશ્તેદારી
સૌથી ઉપર *મામા-મામી.*
??????