શીર્ષક:બાપુજીનો ઓછાડ
ચંદા હંમેશા બાપુજી પર બહુ ગુસ્સો કરતી આટલી ગરમીમાં પણ આ શું આદત છે હંમેશા ઓછાડ ઓઢીને ઊંઘવાનું.
બાપુજીને તો ગરમી જ નથી લાગતી. એ બાપુજી પર ગુસ્સો કરતી મેં બાપુજી એની સામે જોઇમંદ મંદ હસતા.
એક દિવસ બાપુજીએ ચંદા ને મિલમાં ટિફિન લઈને આવવાનું કહ્યું ચંદા તો ખુશ થઈ ગઈ.
એને થયું હાશ મિલ જોવા તો મળશે ખુશ હતી ટિફિન લઈને મિલમાં પહોંચી.
ત્યાં પહોંચીને જોયું બધા કારીગરો જમવા બેઠેલા બાપુજી ક્યાંય દેખાયા નહીં.
એણે બાપુજીના ભાઈબંધ મહેશકાકાને પૂછ્યું, "બાપુજી ક્યાં?"
મહેશકાકાએ કહ્યું , "જા તારા બાપુજી ઉપર ખાતામાં છે તારે મિલ જોવી હતી ને એટલે એ ખાતામાં તારી રાહ જુએ છે."
ચંદા તો ખુશ થતી ધમાધમ પગથિયા ચડતી મિલના ખાતામાં પહોંચી. જેવો એણે ખાતાનો દરવાજો ખોલ્યો એને લાગ્યું કે જાણે એ ભઠ્ઠીમાં આવી ગઈ એક સેકન્ડમાં જાણે ગરમીમાં શેકાઈ ગઈ.કાન ફાડી નાંખે એવો ઘોંઘાટ અને અસહ્ય ગરમી, બફારો બાપ રે!
બાપુજી તો ક્યાંય દેખાયા નહીં જ્યાં જુઓ ત્યાં માત્ર રૂ અને રજકણો દેખાતી હતી પાછળથી કોઈએ એના ખભે હાથ મૂક્યો , એણે પાછું વળી જોયું તો બાપુજી તો ભૂત જેવા દેખાતા હતા.
માથાના વાળમાં, હાથ ઉપર, કપડાં ઉપર રૂની પંજરી દેખાતી હતી ચંદા બાપુજી સાથે નીચે આવી બાપુજીએ માટલામાંથી પાણી લઈ ચંદાને પાણી આપ્યું.
ચંદા એ પાણી પીધું બાપુજી સામે જોયું અને ટિફિન આપી ઘરે આવી.
હવે જ્યારે બાપુજી સુવાની તૈયારી કરે ત્યારે ચંદા એમનો ઓઢવાનો ઓછાડ પહેલા મૂકી દે છે.
એને સમજાઈ ગયું કે બાપુજીને, કેમ ગરમી નથી લાગતી.
R. R. Solanki
(તૃષ્ણા)