સુખ અને દુઃખમાં થઈને આગળ વધે છે યાત્રા જીવનની.
નિતનવા સારાનરસા અનુભવોને ધરે છે યાત્રા જીવનની.
ક્યારેક શૃંગ ઉપર તો ક્યારેક ગર્તામાં ધકેલતી વખતમાં,
મીઠા કે માઠા સંજોગો જીવનમાં સર્જે છે યાત્રા જીવનની.
કરી લે છે કસોટી પૂરેપૂરી ન રાખે બાકી કશું તાગવામાં,
ચક્રવત્ પરિવર્તન સમયાંતરે એ કરે છે યાત્રા જીવનની.
પારખાં પોતાનાં કે પારકાંના સમય કરાવીને જ જંપતો,
ક્યારેક ભરવસંતે પર્ણોને પણ ખેરવે છે યાત્રા જીવનની.
દ્વંદ્વો જગતના સહીસહીને વીતે છે જિંદગી માનવની,
ક્ષણભંગુરતા આયુષની દેખીને સૌ કહે છે યાત્રા જીવનની.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '