જે ગયા એ દિવસો પાછા નહીં આવે
પળે પળની કિંમત સમજતા થઈએ
વાંક કોનો હતો એ વાત હવે ભૂલાવી દઈએ
એકમેક ને થોડું સહન કરતાં જઈએ
ચાલ ને સંબંધને સાચવતા જઈએ...!!
છે તો માત્ર *આજ* આપણી પાસે
કાલની ક્યાં ખબર છે તને કે મને
ચિંતા ને મૂકને તું બાજુ પર
ચાલને હરપલ ને જીવી લઈએ
થોડું તું ને નમીશ થોડું હું નમીશ
તો ગમીશું એકબીજાને.. પછી
સુખ દુઃખ માં રહીશું સાથે
"તું ચિંતા નહી કર હું છું તારી સાથે"
આમ કહી એકબીજાની હિંમત બનીએ
એકબીજાની સ્પર્ધાઓ ત્યજીએ
અને એકબીજાના પૂરક બનીએ..
ચાલને હવે થોડાક માણસ બનીને જીવીએ.