પ્રેમ કેરી વાદળી વરસી રહે
આગ ભીતરની અહીં ઠરતી રહે
સાંજ પડતા યાદ તારી સળવળે
ટીસ દિલથી એક નીકળતી રહે
ચોતરફ રાવણ ને દુર્યોધન અહીં
જાનકીને દ્રોપદી બળતી રહે
કોણ સમજે મૌન તારી આંખનું
અશ્રુધારા બેવજહ ઝરતી રહે
આજ છું હું, કાલ કોને છે ખબર
કાળની ગતિ આમ બસ ફરતી રહે
કોઈ 'સપનાં'આંખમાં ખૂંચે, છતાં
તોય 'સપના' આંખમાં સજતી રહે..
સપના વિજાપુરા