આજ તમે મળ્યા ને કાંઈક યાદ આવ્યું,
આપણી વચ્ચે હતું કંઈક પ્રેમ જેવું યાદ આવ્યું
લીલીછમ લાગણી ના વન માં ભટકી રહી
ક્યાંક હતું ઝાકળ જેવું યાદ આવ્યું
સંબધો નો સરવાળો ક્યાં માંડવો
કરી બાદબાકી તો જવાબ શૂન્ય આવ્યો
હતા કદી તમે પ્રેમેશ્વર,રસેશ્વર, સર્વેશ્વર
આજકાલ તો બધું દેખું છું નશ્વર નશ્વર