વાત માં વાત કરવી છે !
વાત વાત માં એક વાત કરવી છે,
એ વાત વાત માં જ અધૂરી રહી ગઈ !
વાત વાત માં એ વાત કહી દીધી..
જે ની કલ્પના વાત માં પણ ન હતી.
વાત વાત માં એક વાત કરવી છે,
એ વાત વાત માં જ સમજાઈ ગઈ !
વાત વાત માં એ વાત પણ કહી..
જે ની આશા હતી મહોબ્બત નહીં.
વાત વાત માં એક વાત કરવી છે,
એ વાત વાત માં જ ખોવાઈ ગઈ !
વાત વાત માં એ વાત પણ સમજાઈ..
જે ની લાગણી ભીની ને આંખો કોરી હતી.
વાત વાત માં જ બધું કહેવું છે,
થોડું રિસાવું તો થોડુ મનાવવું છે.
સાથે ન રહેવું પણ સાથે જ છું,
એવું એક વાત માં જ કહેવું છે.
વાત વાત માં એક વાત કરવી છે,
હૈયામાં રહેલી લાગણી..
આ જ તને કહેવી છે,
વાત વાત માં આંખો 'ભીની' કરવી છે.
વાત વાત માં વાત પુરી કરવી છે,
ન તારી વાત.. ન મારી વાત..
બસ, આ જ હૈયાની વાત કરવી છે..!
લિ. પારસ પંડ્યા