કંઈક થોડું....
કંઈક થોડા તારા સપના,
કંઈક થોડા મારાં સપના,
ચાલને જોઈએ આ કોરી આંખોમાં...
કંઈક થોડી તારી ઈચ્છા,
કંઈક થોડી મારી ઈચ્છા,
ચાલને લખીએ આ કોરા કાગળમાં...
કંઈક થોડી તારી ધડકનો,
કંઈક થોડી મારી ધડકનો,
ચાલને ધબકાવીએ આ કોરા હ્રદયમાં...
કંઈક થોડા તારા રંગો,
કંઈક થોડા મારા રંગો,
ચાલને ભરીએ આ કોરા જીવનમાં...
કંઈક થોડા તારા શબ્દોમાં,
કંઈક થોડા મારા શબ્દોમાં,
ચાલને 'પગલી' કવિતા લખીએ અનેક શબ્દોમાં..!!
લિ. પારસ પંડ્યા