જિંદગીથી મને શિકાયત નથી..................
મારા વિષે સારું બહુ જ ઓછું લખાયુ છે. રિવાજ નથી પણ લખાયું છે ઘણુ! લખવુ પડે છે. લેખકોએ પ્યારથી હમદર્દીથી લખ્યુ છે એ માટે એમનો આભાર. આવો પ્યાર બહુ ઓછા કરે છે. મારું કોઇ ગુટ, ગ્રુપ, ટોળકી નથી. હું લખુ છુ, વાચકો વાચે છે. નહી વાંચે ત્યારે એમને સલ
ામ કરીને બંધ કરી દઇશ. સોફામાં ઘૂસીને પાઇપ પીતો પીતો ઇતિહાસના પુસ્તકો બાકીની જિંદગી વાંચ્યા કરીશ. જિંદગીથી મને શિકાયત નથી. મારા જેવા એકલા માણસે પોતે જ પોતાની વાત કરવી પડે એ સ્વાભાવિક છે બધા એકસાથે આટલી બધી ગુલાંટો શા માટે મારવા મંડી જાય છે? શુ તકલીફ છે એમને? કે આપણે મૂર્ધન્ય પત્રકાર બે કપ કોફી પાઇને ખરીદી શકાય છે? એક ચં.બક્ષી ગુજરાતી સાહિત્યનું એવું તો કેટલુ નુકસાન કરી નાખવાનો છે? એનુ ગજું કેટલુ? વિવેચકો વિશે મારે કંઇ કહેવુ નથી. કામ કામને શીખવે. તૈયાર થઇ જશે. મેં મારી જિંદગીમાં સુરેશ જોષીની જેમ ચમચાઓ રાખ્યા નથી કે મધુરાયની જેંમ માલિકો રાખ્યા નથી. કોઇ ઉમાશંકર જોષીની આંગળી પકડી કે યશવંત શુક્લની આસપાસ ભમરડાની જેમ ફરી ગુજરાતી સાહિત્યમાં આવ્યો નથી.
આપાતકાલીન સ્થિતિમાં ટી.વી પર ઇન્ટરવ્યુ લઇ સો-પચાસ રૂપિયાના ચેક માટે નાક રગડનારા અને કહ્યા પ્રમાણે ભસી આપનારા ગુજરાતી લેખકો મે જોયા છે.
વિવેચકો અને નિંદકોની મને ચિંતા પરવા નથી પણ હા જેમ જેમ તેમની સંખ્યા વધે છે તેમ તેમ સરકાર બંદરોની નસબંધી કરવાનુ કાર્ય વેગથી કરે છે. મારા મર્યા બાદ મારા વિશે સારુ લખનાર ભેરુઓ અને ખરાબ લખનાર ભૌકનાર ઉલ્લુના પઠ્ઠા, બૈરાછાપ બાયલાઓની કમી ક્યારેય નહી થાય.
જજ નોટ, લેસ્ટ ધાઉ બ જ્જડ !
-ચંદ્વકાંન્ત બક્ષી