રામાયણ નો એક પ્રસંગ
રાજા દશરથ મૃગયા માટે વન માં ગયાં. ત્યા નદી ને કિનારે એમનો પડાવ હતો. એમના શબ્દવેધી બાણથી શ્રવણ ની હત્યા થઈ. છાતી માં તીર વાગવાથી શ્રવણ લોહીના ખાબોચીયામાં તરફડતો પડ્યો હતો ત્યા દશરથ રાજા દોડતા આવ્યા. એમણે તપસ્વી જેવી મુદ્દા ધરાવનારા તાપસ કુમાર શ્રવણ ને તરફડતો જોયો. એમને ભારે ચિંતા થઈ, કારણકે એમણે માની લીધું નક્કી પોતે બહ્મહત્યા કરી છે. શ્રવણને રાજા દશરથની આ વ્યથા નો ખ્યાલ આવી ગ્યો. પોતાની પીડા ભૂલીને એમણે રાજા દશરથ ને કહ્યું:
હે રાજન
મારી માતા શુદાણી છે અને મારા પિતા વૈશ્ય છે.
તેથી હું બાહ્ણમણપુત્ર નથી.
હે રાજન!
તમે બહ્મહત્યા નથી કરી.
માટે એ વાતે પીડા ભોગવશો નહિ.
શ્રવણના આવા શબ્દોથી રાજા દશરથને થોડીક શાંતિ પાપ્ત થઈ. એ વાતે કે એમના દ્દારા બહ્મહત્યાનુ પાપ થયું ન હતું. પોતાની પીડા ભૂલીને "અબાહ્મણ" એવા શ્રવણે દશરથની પીડા દુર કરવાનો પ઼ય્તન મૃત્યુની ક્ષણે કયો હતો.( from Rasrang -Divybhaskar)
મોરલ. જે મનુષ્ય પોતે પીડા માં હોવા છતા બીજાની પીડા દુર કરે એને શુ મહાપુરુષ ન કહેવાય??