માબાપ ઘણા સમય થી તેના આવનારા બાળક ના આ જીવન નામની શાળા માં એડમિશન કરવાના પ્રયત્નો કરતા હતા, ઘણા ડોક્ટર ની સલાહ અને ઘણા મંદિર ના ભગવાન ની લાગવગ થી તેના છોકરા નું એડમિશન આ જીવન માં થઇ ગયું,
જીવન નામની શાળા આમ બવ મોટી, સાવ અલગ, અને વર્ષો પહેલા આવેલા વિધાર્થી ઓ થી ઘેરાયેલા નવા વિધાર્થી એ રડવાનું ચાલુ કર્યું, થોડા સમય ગયો પણ હજી શાળા માં ના ફાવવાથી ઘણી વાર બીમાર પણ પડ્યો, પણ ધીરે ધીરે હસતા, રડતા, ચાલતા, જમતા, રમતા બધું જ આવડી ગયું.
પછી ચાલુ થયું homework.
પહેલા તો હોમ વર્ક સહેલું હતું, જેમ કે ઘર થી દુર , જીવન નામની શાળા ની અંદર બીજી શાળા ઓ માં ભણવા જવું, ત્યાં થી વાચતા લખતા સિખ્યા બાદ, ધીરે ધીરે હોમ વર્ક વધતું ગયું,
ભણવાનું હોમ વર્ક,
જોબ પર લાગવાનું હોમ વર્ક,
લગ્ન કરવાનું હોમ વર્ક,સાથે બધાં નવા સબંધો સાચવવા, જૂના મિત્રો ને ભૂલવા, સવ થી અઘરું હોમ વર્ક.
પૈસા કમાવા અને વાપરવા, સમાજ ની સાથે પગલાં મેળવવા માટે સાચી ખોટી રીતે પૈસા કમાવાનું હોમ વર્ક.
આમાં ઘણી વાર ભૂલ થાય તો ઉપર આકાશ માં બેઠેલો પ્રિન્સિપાલ એવી જાપટો મારે કે ક્યારેક એટેક તો ક્યારેક બીપી, તો ક્યારેક ડાયા બી ટી શ, અને જો એમાં ભૂલ કરી તો ઉપર વાળો શાળા માંથી કાઢી ઉપર પણ બોલાવી લે, જો બચી ગયા તો..
ઘર નું ઘર લેવાનું હોમ વર્ક,
બાળકો કરવાનું હોમ વર્ક,
તેને ભણાવવા નું હોમ વર્ક,
તેના લગ્ન, અને તેમને સેટ કરવા નું હોમ વર્ક.
આ જીવન ની શાળા માં એડમિશન લેવાય તો જાય પણ પછી ફરજિયાત શીખીને જવું પડે, જેટલું આવડે તેટલું પણ હોમ વર્ક કરવું તો પડે. ઠીક છે આપણે એકલા તો નથી ને આ શાળા માં, સાથે ઘણા છે, બધા ની સાથે સાથે ભણ્યા કર્યે અને આગળ વધતા કરીશું, પણ બસ એક જ ફરિયાદ છે.
આ શાળા માં કોઈ દિવસ વેકેશન કેમ નથી આવતું ?
- સંદીપ તેરૈયા