થોડા દિવસો પહેલા હું એક ૭ વર્ષ ની ગર્લ માટે બર્થ ડે પાર્ટી નું આયોજન કરતો હતો, એકદમ સરસ પાર્ટી કરી, ડેકોર કર્યું, ગેમ્સ રમ્યા, ડાંસ કર્યો, કેક ખાધી અને જમ્યા, જમીને મોડે સુધી સાથે બેઠા અને હા આખી પાર્ટી માં ઘણા બધા ફોટો ક્લિક કર્યા,
અને તેના બસ થોડા જ મહિના બાદ મારે તે જ બર્થ ડે ગર્લ ના બેશ્ણા ની ત્યારી કરવી પડી,
ધ્યાન કામ માં નોતું લાગતું, માનવામાં નોતું આવતું કે એક જ વ્યક્તિ ના મારે એવી રીતે બે ઇવેન્ટ કરવા પડશે, એજ પાર્ટી માં લીધેલો ફોટો આજે મઢાવી ને બેસણાં માં રાખવો પડશે.
કુદરત ના આ કડવા સત્ય નો બવ નજીક થી સામનો કર્યો, એટલું નજીક કે જાણે મારી સાથે જ તે ઘટના થઈ હોય, દવાખાને તો થોડી વાર મન માં જ બબડવા માંડ્યો કે આ સપનું છે, હમણાં ઊંઘ ઊડી જશે, આ સપનું છે, હમણાં ઊંઘ ઊડી જશે, ખોટું બોલી બોલી ને હિંમત આપવાનો એ પ્રયત્ન નિષ્ફળ ગયો, છેલ્લે સ્વીકારવું જ પડ્યું કે જીવન માં આવું પણ થાય, આપણે તો કલ્પના પણ ન કરી શકીએ જેમના ઘરે આવી પરિસ્થિતિ આવી હોય તે લોકો કેવી અનુભૂતિ કરતા હશે ?
બધા ને એક ના એક દિવસે જવું પડે તે સત્ય છે, પણ જો કોઈ આટલું વહેલી ચાલ્યું જાય તે કળવું સત્ય છે, જેને સ્વીકારવું ખૂબ જ કઠિન હોય છે,
આપણા હાથ માં કંઈ જ નથી હોતું સિવાય કે રડવું રડવું અને રડવું. ભગવાન પર થી ભરોશો ઉતરી જાય, બધું જ વ્યર્થ લાગવા માંડે, સાવ દિશાહીન થઈ જાયે.
પણ એક બીજું સત્ય એ પણ છે કે સમય બધું સરખું કરી દે, બધું શબ્દ કદાચ યોગ્ય નથી, એમ કહી શકીએ કે સમય થોડું ઘણું સરખું કરી દે, કારણ કે અમુક ખોટ તો આજીવન રહેવાની જ. પણ સમય આગળ જીવતા શીખવી દે, સમય આગળ વધતા શીખવી દે, અને સમય પાછું કુદરત માં ભરોશો કરતા પણ શીખવી દે....
"તુજ મારો સર્જનહાર , છે બધું જ તારું,
તને જે ઠીક લાગે તે કર, તું જે કર એ જ સારું"
- સંદીપ તેરૈયા