Gujarati Quote in Thought by Mehulbharthi Goswami

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MoralStories
શીર્ષક:- અંધવિશ્વાસમાં વિશ્વાસ
રીના રામજીભાઈની સાત વર્ષની એકની એક દીકરી હતી.સાંજના સમયે એ વાડામાં બાળકો સાથે રમતી હતી.થોડીવાર રમ્યા પછી થાકીને એ એક ઓટલા પર આવી બેસી ગઈ.અચાનક તેનો હાથ પગના અંગુઠા તરફ વળ્યો.તેના પગના અંગૂઠે ડંખનું નિશાન હતું.
સાત વર્ષની રીના રડતી રડતી તેની મમ્મી પાસે ગઈ.તેની મમ્મીએ જોયું તો ત્યાં સાપના ડંખનું નિશાન હતું.તેઓએ રીનાના હાથે ફાળકી(રૂમાલ) બાંધી અને રામજીભાઈને બોલાવ્યા.
રામજીભાઈએ પણ એ ડંખ જોયો.ક્ષણનો વિલંબ કર્યા વિના રીનાને બાઇક પર તેઓ બાજુના ગામમાં સાપનું ઝેર ઉતારતાં ભુવા પાસે લઈ ગયા.કમનસીબે ત્યારે એ ભુવા ગામમાં નોહતા.ધીમે ધીમે રીનાને ઝેર ચડતું હતું જેના પરિણામે તેની આંખો ઘેરાતી જતી હતી.
રામજીભાઈએ બીજા ગામ તરફ બાઇક ચલાવી.રીનાને સાપ ડંખ્યો તેને બે કલાક ઉપર થઇ ગયું હતું.તેના શરીરનો રંગ પણ લીલો થતો જતો હતો.સદનસીબે બીજા ગામમાં ભુવા હજાર હતા.તેઓએ મંત્રવિધિ કરી રીનાના હાથ પર એક દોરો બાંધ્યો.બીજી જ સેકેન્ડે રીનાએ આંખો ખોલી અને બોલી, “પપ્પા મને સારું થઈ જશેને?”
રામજીભાઈએ રડતી આંખોએ તેને છાતી સરસી ચાંપી દીધી અને કહ્યું, “હા તને હવે કઈ નહિ થાય”
થોડીવાર પછી રીનાએ ફરી આંખો બંધ કરી દીધી.રીના મૃત્યુ પામી હતી.જો રામજીભાઈએ શરૂઆતમાં રીનાને કોઈ ડોક્ટર પાસે લઈ ગયા હોત તો રીના અત્યારે જીવતી હોત પણ આંખે અંધશ્રદ્ધાના પાટા બાંધી રામજીભાઈએ પોતાની રીનાનેને ગુમાવી દીધી.
આવા કેટલાય રામજીભાઈહશે જેણે આંખે અંધશ્રદ્ધાના પાટા બાંધ્યા હશે અને પરિણામે પોતાના સ્વજનોને ગુમાવી દીધા હશે.
Moral Of The Story – અંધશ્રદ્ધા એક સામાજિક બીમારી છે.જેને જડમાંથી ઉખાડી ફેકવી આપણી જવાબદારી છે.

Gujarati Thought by Mehulbharthi Goswami : 111127281
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now