મારી આંખો માં રોજ રોજ કોતરાતા પ્રશ્નો નો
તારી આંખો માં જવાબ છે
તારી આંખો માં પંખી બની ને
રોજ બેસી રહેવાનું મને ખ્વાબ છે,
??
હ્રદય માં પ્રણયની જે એક લાગણી છે
ખબર છે મને કે દુઃખો થી ભરી છે
અજાણ્યો નથી પ્રેમ કીધો મેં " ઓજસ"
સમજદારી પૂર્વક ની દિવાનગી છે.
??
બંધ રોજ રોજ સઘળાં બારણાંઓ હોય છે
સાવ નિરાધાર હૈયાધારણાઓ હોય છે
એમ વાગોળ્યા કરો ને એમ એ દુઝ્યા કરે
કેટલા કરપીણ આ સંભારણાઓ હોય છે..
??