આપવી ધરપત ગરીબોને અમારો એ ધરમ છે,
હાલની પરિસ્થિતિ સૌ સૌ ના ગયા ભવના કરમ છે.
પિંજરાથી છોડ્યો ઓછું છે કે તું પાંખોય માંગે?,
તારા જેવા આળસૂને ચાલવાની પણ શરમ છે.
આડા સંબંધો હતા, છે, કેટલીએ ઈચ્છા સાથે,
ઘરડે ઘડપણ જે કરે છે ભક્તિ એ મોટો ભરમ છે.
થોડો ગુસ્સો, થોડી આવે છે દયા આ ખેરખાં પર,
જુસ્સા સાથે ઊભા થઈ જે બોલ્યા તબિયત બહુ નરમ છે.
ઓ ગરીબો એકદમ ઠંડા દિમાગે પી જજો સૌ,
જિંદગી સાચો નશો છે, જિંદગી ગરમાગરમ છે.