Gujarati Quote in Motivational by Writer Dhaval Raval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મારો વિચાર*

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

પ્રેમ,આદર ભાવથી આગળ વધીએ,
ભગવાનમાં આપણે માનતા થઈએ,
પાસે પાસે ભલે થતું બધું ખોટું !
આવે પાસે એમની મદદ આપણે કરીએ !

પત્થર દિલને પણ આવકારો આપીએ,
દુશ્મનને પણ મીઠો જવાબ આપીએ !
જઘડાને ધીમે ધીમે પતાવતા થઈએ,
ચાલોને મનમાં આપણે આવા વિચારો કરીએ !

કોઈના અશ્રુઓને સ્વાર્થ વગર લુછીએ !
કોઈના દુઃખમાં પૂરતો આપણો સાથ આપીએ,
એકલા હોવા છતાં પણ સારું બીજાનું ઈચ્છીએ !
પ્રભુ પર શ્રદ્ધાથી થોડા આપણે આગળ આવીએ.

મંઝીલના રસ્તે આપણે ચાલતા હવે થઈએ,
જે આપણું છે એમને પામતા શીખીએ,
ભલે લઈ જતા આપણી પાસેથી આપણું !
ભગવાનના શરણે એ બધાને રાખતા થઈએ.

વિશ્વાસનો વિશ્વાસ જગાવીએ,
પ્રેમીનો માર્ગદર્શન કરીએ,
કોઈના દુઃખમાં તેમને હસાવીએ,
ચાલોને મનમાં આપણે આવા વિચારો કરીએ.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Motivational by Writer Dhaval Raval : 111126674
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now