"ક્યારેય અરીસા માં દેખાતા વ્યક્તિ ને શાબાશી આપવાનો પ્રયત્ન કર્યો છે?
પોતાના હૃદય ને આપેલ પીડા બદલ માફી માંગવાનો પ્રયત્ન કર્યો છે?
લીધેલ ખોટા નિર્ણયો માટે જાત ને માફ કરવા નો પ્રયત્ન કર્યો છે?
ક્યારેય દુનિયાની ભીડ માં પોતાને ફરી શોધવાનો પ્રયત્ન કર્યો છે?
કયારેય સેલ્ફી થી સેલ્ફ સુધી પોહચવાંનો પ્રયત્ન કર્યો છે?
ક્યારેય સમય ફાળી જાત જોડે વાતો કરવાનો પ્રયત્ન કર્યા છે?
ક્યારેય પોતે પોતાના જ પ્રિય બનવાનો પ્રયત્ન કર્યો છે?
ક્યારેય પ્રેમ માં પોતાના જ પડવાનો પ્રયત્ન કર્યો છે?
એકાદ પ્રેમ પત્ર જાત ને જ લખવાનો પ્રયત્ન કર્યો છે?"
(જો ઉપર નાં બધાં જ પ્રયત્નો તમે કર્યા હોઇ તો અદ્ભૂત અને ન કર્યા હોઇ તો એક વાર કરી જોજો,શું ખબર ભીડ માં એક એવો અણમોલ મિત્ર મળી જાઇ જેની શોધ તમે વર્ષો થી કરી હોઇ)
ANV◆