પ્રેમ ઘેલો
#moralstories
જીતુ દીપ્તિ ના પ્રેમ માં એવો સપડાયો કે, આખી દુનિયાં સાથે વેર વાળી બેઠો. દીપ્તિ નેં ખુશ રાખવામાટે જીતુ એ કરજા પણ કર્યા, સમાજ ની પરવાહ કર્યા વગર બન્ને હરવા-ફરવા પણ માંડ્યા. સમય વીતવા લાગ્યો, પ્રેમની ગાગર ની ભરતી માં ઓટ આવવા લાગી, હવે દીપ્તિ ભણવામાં અનેં પોતાનું કરિયર આગળ વધારવા માં ધ્યાન આપવા માંગે છે. જીતુ નેં લાગ્યું કે નાની મોટી નારાજગી સમય સાથે દૂર થઇ જશે. પરિવાર અનેં મિત્રો તો પહેલે થી જ દૂર થઇ ગયા હતા, તો જીતુ માટે દીપ્તિ જ દુનિયાં હતી.
સમાચાર મળ્યા કે, દીપ્તિ ના ઘરે એને છોકરા વાળા જોવા આવ્યા છે, જીતુ એ તરત જ ફોન લગાવ્યો, દીપ્તિ એ હવાલો આપ્યો કે ઘર ના લોકો લગ્ન કરી લેવા પ્રેશર આપે છે. વાત-વાત માં બન્ને ઝગડી પડે છે. ગુસ્સા માં, હવે જીતુ અનેં દીપ્તિ એક બીજા નેં ક્યારે પણ નહીં બોલાવવા નક્કી કરે છે. એક સપ્તાહ બાદ જીતુ નેં લાગ્યું કે હવે, દીપ્તિ નેં માનવી લઉં, એ મારા વગર ઉદાસ અને હતાશ હશે.
દીપ્તિ ના ઘર પાસે પહોચતા જ જોયું તો ખબર પડી કે, તેની સગાઇ થઇ ગઈ, અનેં પોતાના મંગેતર સાથ તે રોજ ફરવા પણ જાય છે. જીતુ આ સમાચાર થી સ્તબ્ધ થઇ ગયો, દાઢી વધારી લીધી, જમવાનૂ મૂકી દીધું, અનેં એક જ રટ્ટ પકડી કે મારે મારી દીપ્તિ પાછી જોઈએ, હાલત એવી બગડી કે જીતુ દવાખાને પહોંચી ગયો, અર્ધ બેભાન અવાસ્થા માં 15 થી 20 દિવસ નીકળી ગયા તો ખબર પડી કે, દીપ્તિ ના લગ્ન આજે છે.
જીતુ દૌડતો મંડપ પર ગયો, દીપ્તિ એ તેને પૂર્વ સમય માં થયેલા બ્રેક-અપ નો હવાલો આપ્યો, અનેં તે પોતાની લાઈફ માં આગળ વધી ગઈ છે એવું કહી દીધું. જીતુ ફરી એક વાર ઊંડા આઘાત માં સરી ગયો, કોઈ છોકરી પ્રેમ માં થી આવી રીતે એક બે ઝગડા ના બહાને કેમ હાથ પાછા ખેંચી શકે એ વાત, તેને સહન જ નથી થતી.
એક વર્ષ વીતી ગયું, તો જીતુ ના મિત્ર એ ખબર આપી કે, તારી જૂની બેનપણી તો પોતાના બાપના ઘરે પાછી ફરી, ખબર મળી છે કે એના ઘરવાળાનેં પગ નું એક્સીડેન્ટ થયું એમાં તે અપંગ થઇ ગયો એટલે, આ એવડી સેવા કરી-કરી નેં થાકી ગઈ અનેં હવે બાપ ના ઘરે રોટલા તોળે છે.
જીતુ આ વાત સાંભળી હંસી પડ્યો, અનેં પોતાના મિત્ર નેં કહેવા લાગ્યો, ચાલ આજે પાર્ટી કરિયેં, બિલ હું ભરીશ, આ તારો ભાઈ ઈ ચુડૈલ હારે ભવ ફોડવાનો હતો, ભગવાન એ બચાવી લીધો. મુસીબતમાં સાથ છોડી દે અનેં જગડા માં સબંધ ભાંગી લે એવી નાર પાછળ મેં મારો કિંમતી સમય બરબાદ કર્યો.
સારાંશ - જીવનમાં ગમતું પાત્ર ના મળે તો ઝીંદગી નીરસ થઇ જાય એ વાત સાચી છે, પણ ઉપરવાળામાં માનતા હોય તો એ પણ વિચાર જો કે, તમારું આખું જીવતર બરબાદ ન થઇ જાય એ માટે પણ કદાચ તમને તેનાથી દૂર કરી નાખ્યા હોઈ શકે. - જય હિન્દ