Gujarati Quote in Microfiction by SABIRKHAN

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#"Moral storry"


મહારાજ કૃષ્ણકાન્તજી...


ધોમધખતી સવારો લોકોના શરીર પરસેવે તરબોળ કરી રહી છે.
મધ્ય આકાશે સુરજ ધગી રહેલો.
ધખતા તાપમાં ખેડૂતોની હાલત દયનીય છે
આખું વરસ બેકાર ગયું દુકાળ પડ્યો છે ક્યાંય અનાજનો દાણો નહીં.
રાજના કર ભરવા ખેડૂતોના શિરે આકરા સાબિત થયા છે
ભાવનગર રાજના કૃષ્ણ કાન્ત સિંહજી પંથકના બેલી ગણાય..
રાજમાં દુકાળ..પાણી ઓછુ.. રાજા પ્રજા દુ ખે દુખી.
પ્રજાનુ ધ્યાન રાખે.
રાત પડે એટલે નગરની જડતી લે મોં પર નકાબ બાંધી
પૂર્ણ ચંદ્રમાની અજવાળી રાત છે સુનસાન રસ્તો છે.
કીચૂડ કીઈઈઈ... અવાજ કરતું એક બળદગાડું સામેથી હાલ્યું આવે છે.
ગાડામાં લોડ છે અચાનક એક બાજુના પૈડાને સાચવતી કીલ નીકળી જાય છે.
અડધી રાતે બાર મહિના ચાલે એટલું અનાજ લઇ ખેડૂત ગાડી હંકારી રહ્યો છે કે
અણધાર્યું વિઘ્ન..!
શરીર પરસેવે રેબઝેબ..!
હવે શું કરવું..?
એટલું અનાજ પાક્યું ન હતું કે રાજનો કર ભરી શકાય..
એટલે જ અડધી રાતે ચૂપચાપ પોતાના જ અનાજની કરચોરી કરી ઘર ભેગો થઈ જવાનું ઠીક લાગ્યું પણ વખત વખત નો ખેલ છે.
મધ રાત્રે અજાણ્યા ધોડેસવાર ને જોઈ.
મદદની હાકલ નાખે છે.
આખી વાતની ગડ ઉકલી ગયો હોય એમ ખેડૂતની માટે અજાણ્યો લાગતો જણ ઘોડેથી નીચે ઉતરી ગાડા ને પોતાના મજબૂત બાવડા બળથી ઊંચકે છે.
ખેડૂત પૈડાની વચમાં ખીલાને યથાવત બેસાડે છે..!
ઘણી ખમ્મા મા બાપ આભાર તમારો.. એમ કહી ઘર ભણી હાલી નીકળે છે..
વરસ દહાડે એ ખેડૂત એક વાર રાજ મહેલ માં જઈ પૂગે છે..!
માઈબાપ હવે મારે આ રાજમાં નથી રહેવુ..?
રાજા કૃષ્ણ કાન્તજી વિચારમાં પડી જાય છે સવાલ કરે છે
"શું થયું તમને મારા રાજમાં કોઈ તકલીફ પડી..?
ખેડૂત જવાબ દઈ શકતો નથી ત્યારે મહારાજ એટલું જ કહે છે.
દુકાળ નો સમય હોય અડધી રાત હોય ખેતરમાં અનાજ ઓછું પાક્યું હોય અને ખેડુ અનાજને પોતાના ગાડામાં ઘર ભેગું કરી રહ્યો હોય ત્યારે એના ગાડા નું નીકળેલું પૈડુ ચડાવી રાજ નો ધણી એમ કહે 'તુ જા તારા છોકરા ભૂખે મરેશે.!
એવા રાજને છોડીને જવું છે તારે
અરે મા-બાપ ત્યારે તમે હતા..?
કહેવાય નહીં તમારે..?
કેમ કરી કે તો હું શું બોલતો મારા રાજ ના ખેડુને ચોરી કરવાનો વખત આવ્યો હોય ત્યારે ને જ્યારે એ કોઈ મુસીબતમાં હશે એટલે મેં જવા દીધેલો.
તું જઈશ એટલે તારી જમીન બીજો ખેડૂત ખેડશે પણ તને આવો રાજા ક્યાંય નહીં મળે..!
વાત પામી ગયેલો ખેડુ રાજાના પગમાં પડ્યો.
રજવાડાઓ વખતમાં ચોરના હાથપગ કાપી લેવાતા.
ત્યારે લોક સેવા કરીને લોકચાહના પામેલા કૃષ્ણ કાન્ત સિંહજી ની નામના સુરભી ની જેમ પ્રસરી હતી
હિન્દુસ્તાનને આઝાદી બાદ અખંડ રાષ્ટ્ર તરીકે જોવાના સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સૌ પ્રથમ સાકાર કરવામાં ભાવનગરના પ્રાત: સ્મરણિય મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અપ્રતિમ યોગદાન આપ્યું. તેઓએ ૧૫મી જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ પોતાની સઘળી સંપત્તિ સાથે ભાવનગર રાજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણે ધરણી દઈ પ્રથમ પુનિત આહૂતિ આપી.

તો આઝાદી બાદ ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો. બાળપણમાં જ માતાપિતા ગુમાવી ચૂકેલા મહારાજા એકાંતપ્રિય અને વિચારશીલ બન્યા હતા. કુશળ રાજનીતિજ્ઞ, અભ્યાસી અને દૂરંદેશી ધરાવનાર પ્રભાશંકર પટ્ટણી દ્વારા તેમનું ઘડતર થયું .આવી દૂરંદેશી અને વાસ્તવની સમજ બહુ ઓછા રાજવીઓમાં હતી. આથી સૌરાષ્ટ્રના રાજવીઓમાં તો તેમનું વ્યક્તિત્વ અનેક રીતે જુદું પડતું હતું.

Gujarati Microfiction by SABIRKHAN : 111124795
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now