#MoralStories
આજે હું મારી રોજની આદત મુજબ જ રાત્રે ૯ વાગે પાનના પાર્લર ઉપર ગયો. ત્યાં અમે મિત્રો દરરોજ મળતા અને પોલિટિકલથી લઈ દેશ દુનિયા અને ટેક્નોલોજી વિશે બધી ચર્ચાઓ કરતાં.
આજે પણ અમારી આ વાતોનો દોર ચાલતો હતો. અમારો આજનો વિષય 'ભારત વિકસિત રાષ્ટ્ર બની શકશે કે નહીં?' એ હતો. ત્યાંજ મારી નજર બે લબર મૂછિયા યુવાનો ઉપર પડી. એ યુવાનો સિગારેટના કસ ખેંચી રહ્યા હતા પણ એમનું ધ્યાન અમારી વાતોમાં સ્થિર થઈ ગયું હતું.
ત્યાંજ મારા એક મિત્ર એ કહ્યું કે આપણા દેશમાં કોઈપણ વ્યક્તિએ અત્યારે ૧૨ કલાકથી ઓછું કામ કરે એ દેશને પરવડે એવું નથી. અમે વિચારતા થઈ ગયા કે આ તો કેવી વાત ૧૨ કલાક બધાએ કામ કરવાનું..!? ત્યાંજ પેલા બે છોકરાઓમાંથી એક બોલ્યો ૧૨ કલાક તો કામ કરવાનું હોય..!? અમારી નજર પેલા મિત્ર તરફ હતી કે એ શું જવાબ આપે છે.
પેલા મિત્ર એ કહ્યું વિકસિત રાષ્ટ્ર એમને એમ કઈ રીતે શક્ય છે. Mukesh Ambani થી લઈને Warren Buffett એટલેકે દેશ થી લઈને દુનિયાના બધાજ સફળ વ્યક્તિઓ ૧૨ થી ૧૪ કલાક સુધી કામ કરી રહી છે. આ જ એકમાત્ર રસ્તો છે જ્યાંથી આપણે આપણી આવનારી પેઢીને વિકસિત રાષ્ટ્ર આપી શકીએ. આપણે પૂરેપૂરા કલાકોનો ઉપયોગ કરી આ દેશ માટે સુખ સુવિધાઓ અને વિકાસ આપી શકીએ. માત્ર આઠ કલાક અને વીક માં ૫ દિવસ કામ કરવાથી કેટલાએ વર્ષો પછી પણ આ સપનું સપનું જ રહેશે. હું એવું નથી કહી રહ્યો કે આઠ કલાક કામ કરવું ગુનો છે પણ એવું ચોક્કસ કરી શકાય કે બાકીના બે ચાર કલાક જે વધારાના કલાક મળે એ સમય દેશના સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, સરકારી યોજનાઓના અમલીકરણ માટે જાગૃતિ, અરે માત્ર પોતાના ઘર, પરિવાર, ગલી, મહોલ્લો ત્યાંથી શરૂ કરીને જ દેશનું નિર્માણ થઈ શકે.
માત્ર સોશિયલ મીડિયા અને પાનના પાર્લર ઉપર વાતો કરવા કરતાં તમે જમીન ઉપર કેટલું કરી શકો છો બસ એ જ વિકાસ અને એજ વિકસિત રાષ્ટ્ર નો પાયો. આ જ રસ્તે ખુબજ ટુંક સમયમાં આપણે વિકસિત રાષ્ટ્ર તરફ પગરણ ભરી શકીએ.
અમે બધા મિત્રો અને પેલા છોકરાઓ પણ આ વાતથી ખુબજ પ્રભાવિત થયા અને સંકલ્પ કર્યો કે જ્યારે પણ, જેટલો પણ સમય મળશે રાષ્ટ્ર નિર્માણ માટે આપીશું. અને સામે ખૂણામાં પડી રહેલો વેર વિખેર કચરાના ઢગલાને ભેગો કર્યો અને કચરાપેટીમાં નાખ્યો. આવતીકાલે ત્યાં એક વૃક્ષ વાવીશું એવા નિર્ધાર સાથે છૂટા પડ્યા.
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...