tv જોઈએ એટલે એમાં સિરિયલ ના એપિસોડ કરતા એડ વધારે આવે. આમ તો મને એડ જોવી ગમે. ઘણી સારી સારી એડ પણ બનાવાતી હોય છે. પણ હમણાં ઘણી ખરી એડ માં એમ બતાવાય છે કે મા બન્યા પછી પણ તમે કઈ રીતે જુવાન દેખાઈ શકો! મને એમ કઈ આ એડ જોડે વિરોધ નથી.
સ્ત્રી સહજ સ્વભાવ જ હોય કે એને નાનું દેખાવું ગમે. પણ આ વિચારધારા મને ઓછી ગમે. મા બનવું એ શારીરિક ને માનસિક બન્ને રીતે સ્ત્રી ઘણા ચેલેન્જીસ લેતી હોય છે. 9 મહિના એક જીવ ને પોતાના પેટ માં રાખે. એટલા બધા મૂડ સ્વીગ્સ ને હોર્મોનલ ચેન્જ ને કારણે એ ફિટ એન્ડ ફાઇન, સ્લિમ ઍન્ડ ટ્રિમ છોકરી માંથી એક થોડી ગોલુમોલું મા બની જાય. પણ એમાં ખોટું શું છે!
ઉંમર વધે એમ મોટું દેખાવા માં ખોટું પણ શું છે! તમે મા બનો ને કોઈ તમને મા કહી જાય તો એમાં શરમ શાની? આખી જિંદગી તમે કોલેજીયન છોકરી ના દેખાઈ શકો. થોડાક વાળ સફેદ થયા તો શું થઈ ગયું? ડાર્ક સર્કલ તમને કદરૂપા નહિ જવાબદાર દેખાડે છે. હા હેલ્થી લાઈફ સ્ટાઇલ અપનાવી, હેલ્થી ફૂડ ખાવો. કાયમ દિલ થી જુવાન જ નહિ પણ બાળક બની ને રહો.
શરીર વધે એમ બીમારીઓ વધી શકે તો કસરત કરો ને ફિટ રહો. પણ આ વાત માત્ર સ્ત્રી ને જ નહીં પુરુષ ને પણ લાગુ પડે.
એટલે મોરલ એટલું જ લેવાનું.. તમે જેવા છો એવા બહુ સુંદર છો. જો કોક ને તમે સારા નથી લાગતા તો દોષ એની આંખ માં હશે.. હાહા...