મળ્યું છે ગામને કંઈ કે કશું ઓછું થયું છે,
હતું નાનું જે મંદિર એ હવે મોટું થયું છે.
ન જોયું કોઈએ ધારણ કરેલા વસ્ત્રનું છીદ્ર,
હવેતો અંગ પણ એ છિદ્રથી જોતું થયું છે.
હતું દફતર ખભા પર ત્યાં સુધી બીજું હતું નામ,
ઉઠાવ્યાં કપ રકાબી ત્યાર પછી ' છોટુ' થયું છે.
- ભાવિન ગોપાણી