દિલ આંખ ને ચાહત ઉજાગરા કરાવે.
એક સમણું આ લબ્સ ને રડાવે .
વર્ષા ને પવન મળી શરીર ઠરાવે,
રાત લબ્સ ને વિરહે જગાડે.
મંદ મંદ પવન પાસે લબ્સ સવાલ,
ના જવાબ સોધે પાગલ બની.
તુ સાદી ભાષા માં પ્રેમ નો એકરાર કર,
લબ્સ ઈશારા ની વાત ક્યાં સમજાય છે,
દિલ ની લાગણી સીદ ને છુપાવો,
આ ઘાયલ ને કાં તરસાવો છો.
તુજ વિરહે ઉજાગરા કર્યા,
શું આલમ ને કેવો ગરમ શ્વાસ હતો.
લબ્સ ચુપ થયા અમારા,
આ દિલ ને તુજ શાદ પડઘાય
પવન ની મહેક માં તુજ ઝંખાય
ચો મેર છે સંગીત નો શુર
તે સુર માં તુજ નામ સુણાય
પ્રેમની ભષ્મ લબ્સ ના દિલે ચોળાય,
શૈમી ઓઝા 'લબ્સ'