Gujarati Quote in Story by Zala Rami

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નાનું ગામ હતું .તેમાં પ્રાથમિક શાળામાં ઘણી બહેનો ભણતી હતી .એમાં રિયા અને પિયા ખાસ મિત્ર હતી. રિયા સામાન્ય કુટુંબમાંથી આવતી હતી અને પિયા શાળાના આચાર્ય ની દીકરી હતી .બંનેને એકબીજા વિના ચાલતું નથી .રિયા સાત ધોરણ પછી ભણી
નથી શકતી. પિયા આગળ ભણવા જાય છે તે અમદાવાદમાં સિવિલ એન્જિનિયરિંગ નું કરે છે .એકવાર પિયા કોઈ સુરજ નામના છોકરાને મળે છે અને તેના પ્રેમમાં પડે છે .આ બાજુ રિયા ના પણ લગ્ન થઈ જાય છે રિયા ના લગ્ન એક સામાન્ય નોકરી કરતા છોકરા સાથે થાય છે . બંને અમદાવાદમાં સેટલ થાય છે પણ ઘર નાનું હોય છે. બંને ખૂબ ખુશ હોય છે .સમય જતાં રિયા ગર્ભવતી બને છે અને તે અમરેલી સાસુ-સસરા પાસે રહે છે. તેને એક સુંદર રૂપાળો દીકરો જન્મે છે .વરસ પછી તે ફરીથી અમદાવાદ જાય છે .બીજીબાજુ પિયા પણ જીદ કરીને સુરજ સાથે લગ્ન કરી રહી છે .સુરજને મોટો બંગલો હોય. ખૂબ જ વૈભવ હોય છે પણ તેને દારૂનું વ્યસન હોય છે .બંગલો ખૂબ જ વૈભવશાળી હોય છે નોકર-ચાકર ગેટ પર બે-બે સિક્યોરિટી ગાર્ડ અતિ શ્રીમંત ને શોભે એવા વૈભવ વિલાસ ને જોઈ પિયા અચંબામાં પડી જાય છે .એકવાર ગાર્ડનમાં તેને રિયા મળી જાય છે. રિયા સાથે તે પોતાના વૈભવની વાત કરે છે .આ બાજુ રિયા ને ઈર્ષ્યા થવા માંડે છે કે પોતે વૈભવશાળી બને અને તે નાની-નાની વસ્તુઓ લેવા માટે અને ગાડી માટે તેના પતિને ફોર્સ કરે છે. આના કારણે પતિ એ ઓવરટાઈમ કરવો પડે છે. રોજના કંકાશથી કંટાળી તે જુગાર રમવા મંડી જાય છે આ બાજુ જીદ કરી રિયા પિયા ના ઘરે જાય છે અને રાત રોકાય છે રાત્રે પિયા અને સુરજના ઝઘડાથી તેને બધી વાતની ખબર પડી જાય છે .તેને વૈભવ વિલાસ થી ભરેલા આ બંગલામાં સુરજ અને પિયાનું દાંપત્યજીવન ફિકકુ લાગે છે પિયા રિયા ને કહે છે કે તારી પાસે ભલે પૈસા ન હોય પણ પ્રિય પાત્રનો પ્રેમ તો છે ને એના થી વિશેષ શું હોઈ શકે? પ્રિયાને આ વાત સમજાય છે અને તે ઘરે પાછી આવે છે ત્યારથી જ કહેવાયું છે દુર થી ડુંગરા રળિયામણા હોય છે.

Gujarati Story by Zala Rami : 111123327
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now