'શું જમાનો આવ્યો છે ભ્રષ્ટાચારે તો માઝા મૂકી છે'
'સાવ સાચી વાત.ચારે બાજુ લાંચ રુશવતની બોલબાલા છે.આપણો તો જીવ બળી જાય, પણ શું કરી શકીએ? ખેર!'
'અરે હા,અનુપ પછી તારી જમીનના સોદા નુ પત્યું કે શું?'
'ના રે, એ ઓફિસર સાવ ખડૂસ નીકળ્યો. દસ હજાર
ખવડાવવાની વાત કરી તોય ટસનો મસ ના થયો. અમારા બંનેના લાભની વાત હતી, પણ સમજે તો ને?'