બગીચો
જીવનરુપી બગીચા માં એક ફુલ ખીલાવીએ,
ચાલ એને પ્રેમ નામ આપી,મહેક પ્રેમ ની ઉમેરી
સફર મજાની બનાવી, ઢાલ બની જીવન નાવ તરાવીએ,
લ્બ્સ તેને પામવા પાગલ અધીરી થઇ,
તારી પ્રેમ વિરહે તો આ લબ્સ થઇ બદનામ,
પ્રેમ નું ફુલ બગીચા માં ખોવાયું આ લબ્સ
શોધે પાગલ નયને ,
લબ્સ યાદે તારી બધું ખોઇ બેઠી,
સુણે તારો સાદ તો દિલ હસે ,
બગીચા ના ફુલ ની માફક
પ્રેમ ની શરુઆત માં થઈ કેવી અવચંડાઈ
આ બાગ નાં ફુલ ને પ્રેમ નહીં ફણી ફુલ નામ
આપુ છું
જેની શરુઆત છે મજા ની
તાજગી ભરી અંજામ બહુ મોત સમો
બગીચા માં પ્રેમ ફુલ બદનામ થયું,
ને આ લબ્સ એકલતા ની ચાદર ઓઢી
સદાય ને માટે પોઢી જવા માગું છું,
યુવાની ના જોશ થી પ્રેમની હકીકત ભુલી ગઈ
આ બાવરી તને હકીકત સમજી બેઠી, જીવનની અંતિમ તને સફર માની બેઠી, લબ્સ એકલતા
ફુલ ને ઘોળી પી ગઈ મજા થી,
લબ્સ જલાવી બેઠી ખુદ ને તારા પ્રેમ માં
તે વાકેફ થઇ અંજામ થી,કોણ કહે કે લબ્સ
ઘાયલ, તે મુક્ત હવા માં ઉડતું પંખી છે,
લગ્ન ની જંજીર થી તેને બાંધો નહીં,
જીવન ની હકીકત માંગે છે,
પ્રેમ માં થોડું અાકાશ ઝંખું છું
"આઝાદ પંખી"
શૈમી ઓઝા "લબ્સ "