આ મોબાઇલ જન્મતાં વેંત જ સહુ નો ખૂબ ગમતો થઈ ગયો
જાણે હોય પહેલા ખોળાં નો, સૌ ના હાથ માં રમતો થઈ ગયો !
જરૂરિયાત માટે જન્મેલો, પણ સૌનો અદકેરો શોખ થઈ ગયો
પરિક્ષા લેવાઈ નશાની, ત્યારે દારૂ થી વધારે માર્કસ લઈ ગયો !
પતિ તો ખેર મૂકાયા બાજુ માં, ગણપતિ થી મોટું સ્થાન લઈ ગયો
જોડવા આવેલો સૌ ને, એકલતા નું સામ્રાજ્ય દઇ ગયો !