હું મીરા બનીને આવું, તું રાધાને ભૂલી શકીશ કાના?
હું પ્રેમદીવાની થૈ જાવું, તું રાધાને ભૂલી શકીશ કાના?
મારા નયને નિદ્રા થઈ હરામ જાગું રાતદિન તારા નામે,
હું ખુદ જાતને ભૂલાવું, તું રાધાને ભૂલી શકીશ કાના ?
મારું દર્દ છે પ્રેમનું એ કાંઈ દવાથી ના મટવાનું કહાના,
હું ભાવ રાધાનો પ્રગટાવું, તું રાધાને ભૂલી શકીશ કાના ?
ભૈરવીમાં આરાધું થઈને મસ્તાન મનમોહન માધવ તું,
હું ગીત તારું બસ ગાઉં, તું રાધાને ભૂલી શકીશ કાના?
મારું અંતર અનરાધાર આજે ભક્તવત્સલ ભગવંત,
હું તારા જેવો ક્યાંથી લાવું? તું રાધાને ભૂલી શકીશ કાના?
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '