Gujarati Quote in Whatsapp-Status by Rupen Patel

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમજવાનો પ્રત્યના કરજો - જો સમજી સકો તો.

ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ છે...? તો...

*ટૂંકી માઈક્રો કટાક્ષ વાર્તાઓ*

ગરમીએ શેઠજીને દવા લેવડાવી,
નોકર તો રોજ ડુંગળી ખાતો.
– પરીક્ષિત જોશી

કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.
“કાળીના એક્કા જેવા.”
– સંજય ગુંદલાવકર

મારી પાસે ઘર હતું,
આજે પૈસા છે...
– નિમેષ પંચાલ

બપોરનો તડકો
જીવનમાં લાગેલી લાય કરતાય,
આજ મીઠો લાગ્યો!
– તૃપ્તિ ત્રિવેદી

એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,
એ ૧૧ કુંવારીકાને જમાડશે.
- દક્ષા દવે

વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.
આંખો જ બોલી છે વાંક કોનો!
- દેવદત ઠાકર.

પત્ની પિયર ગઈ…
ટીફીનમાં મનપસંદ મળ્યું.
– દિવ્યેશ સોડવડીયા

વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.
પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું: "મા ના ખોળે"
??????

Gujarati Whatsapp-Status by Rupen Patel : 111117274
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now