ઓરે મારા વ્હાલા રવિવાર
હાશ,તુ આવી ગયો ફરી એક વાર
આખું વીક કામ કરું છુ મજૂરની જેમ
આજે ફરીશ હું રાજાની જેમ
ઉંઘીશ આજે કુંભકર્ણની જેમ
અને ખાઈશ આજે ભીમની જેમ
વાંચી કાડીસ આખી ફેઈસબૂક
અને ફેંદી વળીશ વ્હોટ્સએપના ગ્રુપ
દઈશ પત્નિને મારી જાદુની ઝપ્પિ
અને કરીશ એને વહાલથી પપ્પી
મિત્રો સાથે પીશું એક કટીંગ
અને કરીશ લાખો નુ સેટીંગ
જુના સબંધો કરીશ હું તાજા
સ્નેહીઓને મળવાની માણીશ મઝા
બસ મારા વ્હાલા રવિવાર
જલદી તુ આના અગલી બાર
-પ્રિતેન
#priten 'screation#