Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલ રે મનવા કરીએ માનવતાના કામ.
ક્યાંક વીતી ન જાય સમો આમને આમ.

માનવ માનવ વચ્ચે બાંધીએ સ્નેહસેતુ,
પછી શું નડે આપણે કોઈ રાહુને કેતુ !
અસહાયને આપીએ ટેકો કદી તમામ,
હાલ રે મનવા કરીએ માનવતાના કામ.

મેં નથી જોયો શું તેં જોયો છે ઇશને?
ફોટામાં તો બધા સારા તું જાતને પૂછને?
જનસેવામાં સહુ થઈએ ઠરીને ઠામ,
હાલ રે મનવા કરીએ માનવતાના કામ.

કોઈ ભૂખ્યાંની આંતરડી ઠારીએને પછી,
જનાર્દન જનેજનમાં નીરખીએ નયનથી.
એમાં જ માહ્યલો રીઝવાનો મારો રામ,
હાલ રે મનવા કરીએ માનવતાના કામ.


ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111116905
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now